માહિતી માટે જણાવીએ કે આવકવેરા વિભાગે સમય સમય પર પાનકાર્ડને આધારકાર્ડથી લિંક કરવાની તારીખ લંબાવવામાં આવેલ હતી. પરંતુ લોકો દ્વારા આ આ કામ કરતા ન હતા. તેથી આવકવેરા વિભાગે કડક નિર્ણય લીધો છે કે આધારકાર્ડ સાથે લિંક ન થયેલ પાનકાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે.
આવકવેરા વિભાગનું ટ્વિટ
આવકવેરા વિભાગે ટ્વીટ કરીને જણાવ્યુ છે કે આવકવેરા અધિનિયમ ૧૯૬૧ અનુસાર જે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક નહી હોય તે પાનકાર્ડ તા.01/04/2024 થી નિષ્ક્રિય કરવામાં આવશે એટલે પાનકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે.
પાનકાર્ડને આધારકાર્ડ સાથે કઈ રીતે લિંક કરવુ?
આ માટે તમારે આવકવેરા વિભાગની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/bl-link-aadhaar
ઈન્કમટેક્સ વિભાગે જણાવ્યું છે કે જો કરદાતા તેમના આધારકાર્ડને ૩૧મી માર્ચ સુધીમાં લિંક ન કરાવે તો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જે કાર્ડ હોલ્ડર 31 મી માર્ચ 2024 સુધીમાં તેમના પાન ને આધાર સાથે જો
૧૦૦૦૦ રુપિયા પેનલ્ટી?
ઈન્કમટેક્સ વિભાગે જણાવ્યું છે કે જો કરદાતા તેમના આધારકાર્ડને ૩૧મી માર્ચ સુધીમાં લિંક ન કરાવે તો પાનકાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જે કાર્ડ હોલ્ડર 31 મી માર્ચ 2024 સુધીમાં તેમના પાન ને આધાર સાથે જોડવામાં નિષ્ફળ રહ્યા છે તેમણે રૂ.૧૦૦૦૦ પેનલ્ટી ચુકવવી પડશે.
પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની સરળ રીત
- સૌથી પહેલા આવકવેરા વિભાગની ઇફાઇલિંગ સાઇટ પર જાઓ. વેબસાઇટ www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
- ત્યારબાદ ટેબલની અંદર લિંક ક્લિક લખેલા પર ક્લિક કરો.
- આ પેજ પર તમારે બે નંબર નાખવાના છે એટલે કે આધારકાર્ડ અને પાનકાર્ડના નંબર નાખવાના છે.
- ત્યારબાદ નીચ વેલીડેટ નું બટન દેખાશે તેના પર ક્લિક કરવાની છે.
- જો તમારૂ નામ, સરનામું, જન્મતારીખ થઈ જશે તો તેમને ઓટીપી દ્રારા લિંકનો ઓપ્શન જોવા મળશે.
અને જો તમારુ પાનકાર્ડ લિંક ન થાય તો તમારે પાનકાર્ડમાં સુધારો કરવો પડશે. ત્યારબાદ આ પ્રક્રિયા થઈ જશે.
મોબાઈલથી મેસેજ કરીને પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની રીત
જે કરદાતા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવા માગે છે તેઓ પોતાના રજીસ્ટર મોબાઈલ નંબરથી 567678 અથવા 56161 પર મેસેજ કરીને લિંક કરી શકશે.
મેસેજ આ રીતે કરો UIDPAN<સ્પેસ><તમારો આધારકાર્ડ નંબર><સ્પેસ><પાનકાર્ડ નંબર> પછી આ મેસેજને 567678 અથવા 56161 મોકલી આપવાનો રહેશે.