વ્હાલી દીકરી યોજના | Gujarat vahali Dikri Yojana 2023

ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. રાજ્યની તમામ દીકરી માટે યોજના બનાવવા ગુજરાત રાજ્ય સતત ચિંતિત રહી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તથા દીકરીઓ/ સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે મહત્વના ઉદ્દેશ સાથે આ યોજના અમલીકૃત બનાવી છે. વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓનું શિક્ષણને ઉત્તેજન મળી રહે તથા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવા માટે ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દરકાર લઇ માટે જનતા માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

➡️ વ્હાલી દીકરી યોજનાના કાયદાઓ :

વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા : 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.

પ્રથમ હપ્તામાં : લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.

બીજો હપ્તો :- લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તે : લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ રૂપિયા) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઇએ.

➡️ નોંધ :- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.

➡️ વ્હાલી દીકરી યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે:

1) દીકરી તારીખ : 02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

2) પતિ-પત્નીની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

૩) અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

4) વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઇ મુજબ લાભ મેળવવા માટે દંપતિની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂપિયા. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.

5) બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઇઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

➡️ વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ (Document) :

1) દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2) દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

૩) માતા-પિતાના આધારકાર્ડ

4) માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર

5) આવકનો દાખલો

6) દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7) લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8) વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું

9) અરજદારના રેશનકાર્ડની નકલ.

➡️ વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં જમાં કરવું :

1) ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ મફત મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ મફત મેળવી શકો છો.

2) તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી (ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

૩) જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મકત) મળશે.

4) મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે અધિકૃત અરજીપત્રક જાહેર કરેલ છે. જે નીચેથી Download કરી શકો છો

• વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ Download કરવા અહીં ક્લિક કરો

● વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામુ Download કરવા અહીં ક્લિક કરો

➡️ વ્હાલી દીકરી યોજના વિશે અન્ય માહિતી :

  • વ્હાલી દીકરી યોજના માહિતી બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. Vahali Dikari Yojana in Gujarat 2021 માં સુધારા ઠરાવ અન્વયે Covid-19 તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે જેમાં તારીખ : 02/08/2019 થી તારીખ : 31/03/2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદામાં 6 મહિના વધારો કરવામાં આવેલ છે.
  • દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.
  • વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.
  • વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.
  • વ્હાલી દીકરી યોજના માહિતી માટે હેલ્પલાઇન નંબર માટે સંબંધિત જિલ્લાકક્ષાએ આવેલી “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતે વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી મળી રહેશે.

આવી જ અવનવી માહીતી મેળવવા માટે અમારી વેબસાઈટ ચેક કરતા રહો. 👍

અવનવા Facts અને માહિતીઓ તથા સરકારી ભરતી & યોજનાઓ તેમજ તમામ શૈક્ષણિક ન્યુઝ માટે જોઈન કરો અમારા ગ્રૂપ 👇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *